
હે કંથારીયા ફરવા ગ્યા’તા,
વિહત માઁ ને મળવા ગ્યા’તા...
હે કંથારીયા ફરવા ગ્યા’તા,
મારી માવડીને નમવા ગ્યા’તા...
સોનાના મંદિરે ધજા ફરકતી,
વેગળેથી દેખાય રે દર્શન કરવા ગ્યા’તા...
હે કંથારીયા ફરવા ગ્યા’તા,
વિહત માઁ ને મળવા ગ્યા’તા...
અમી ભરેલી મારી વિહતની નજરો,
ભાવિક ભક્તોની રાખે છે આબરૂ...
હે વાઘે સવાર થઈ બેઠી મારી માવડી,
રૂડા કંથારીયા ધામ રે દર્શન કરવા ગ્યા’તા...
હે પૂનમ ભરવા ગ્યા’તા,
વિહત માઁ ને મળવા ગ્યા’તા...
હે કંથારીયા ગોખે મારે પગપાળા ચડવું,
જગતજનની નામ લઈ પાછું ના પડવું...
હે કંથારીયા ફરવા ગ્યા’તા,
વિહત માઁ ને મળવા ગ્યા’તા...